જ્યાં નિર્વ્યસની, પવિત્ર, ધાર્મિકતાના સંસ્કાર, lલોકોપયોગી જન જાગૃતિ કાર્ય તથા નૈતિક તેમજ સામાજિક મૂલ્યોનું જતન તથા વિકાસ અને પ્રોત્સાહન મળે તે માટેના કાર્યક્રમ સભા હોલમાં યોજવામાં આવે છે.
ગુજરાતના સૌથી વિશાળ ૬૦ ફૂટ વ્યાસના પત્થરનો ગુંબજ ધરાવતા યોગી પ્રાર્થના હોલમાં ૧૩૦૦ વ્યક્તિ બેસી શકે છે. આ “ ગજ–ગુંબજ ” સ્ટીલ કે કોંક્રીટના ઉપયોગ કર્યા વિના પત્થરમાંથી બનાવવામાં આવ્યો છે. “ ગજ–ગુંબજ ”માં હાથીની રચના કુશાગ્રબુદ્ધિના સંદેશનું વહન કરે છે.
સામાજીક, નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય તે માટેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લઇ શકે તે માટે ૩૦૦૦ વ્યક્તિનો સમાવેશ થઇ શકે એવા હેતુથી અંબરીષ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.