Through festivals, exhibitions, and programs of an awareness of the Indian culture and Hinduism has been promoted in India as well as in foreign countries by Shri Hari Ashram. Shri Hari Ashram are also engaged in organizing various cultural activities to impart an awareness of this rich heritage to the young generation. The monks and devotees of this organization also strive to help them retain their origins, in the Indian culture and help them maintain the principles of region.
ભગવાન શ્રી સ્વામિનારાયણના અષ્ટાંગયોગી પરમહંસ શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત મહાપૂજા વિધિ એ ભક્તોના શુભ અને સત્ય સંકલ્પોને સિદ્ધ કરતી વિધિ છે. ભક્તોના જીવનમાં સુખ – શાંતિ – આનંદ નિરંતર વધતાં રહે તે માટે ભક્તો સુખ – દુઃખના પ્રસંગો જેવા કે જન્મ, મરણ, બાબરી, લગ્ન, ખાતમુહૂર્ત, ભૂમિપૂજન સમયે વ્યક્તિગત મહાપૂજા અથવા સમૂહ મહાપૂજા કરાવે છે. હરિધામ સ્થીત શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તથા ઘરે – ઘરે, ગામડે – ગામડે, નગરે – નગરે પણ પવિત્ર સંતો દ્વારા દરરોજ મહાપૂજા થાય છે. શ્રાવણ માસ અને અન્ય પ્રસંગો સંતો મહાપૂજા કરવા ઘૂમે છે અને ભારતીય વૈદિક વારસાને જીવંત રાખે છે.
ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાવીને માનવીના જીવનમાં રચનાત્મક અને કલાત્મક વિકાસ થાય, સંસ્કૃતિના સંસ્કારો વૃદ્ધિ પામે તે માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે અને સમાજના હુન્નરશીલ કલાકાર તારલાઓને તેજસ્વીતા અર્પી છે.
વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરી માનવીના જીવનમાં એ મૂલ્યો સહજ બને એવા ઉમદા હેતુથી વિધવિધ સમૈયા પ્રસંગે પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં સંસ્કૃતિનું જતન, માનવીના જીવનમાં ધર્મ અને ભક્તિની સાથોસાથ સમાજ કલ્યાણની ભાવના ઉદય થાય તે માટેના પ્રસંગોને વિધવિધ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદ સ્વામીજી સ્વયં રસ લઈને પ્રદર્શનના પ્રસંગો, રેખાચિત્રો વગેરે બાબતોને છેલ્લો ઓપ આપી સંતો – ભક્તો – કાર્યકર્તા દ્વારા પ્રદર્શનને સુશોભિત અને પ્રેરણાદાયી બનાવે છે.