HARIDHAM TEMPLEMain Temple

શિલ્પ શાસ્ત્રના આધારે બનેલું ૧૦૭ ફૂટ ઊંચું મંદિર ભારતનું એકમાત્ર પોલીશ ગ્રેનાઈટ અને આરસની કલાત્મક કોતરણીથી ઘાટ ઘડીને બનાવવામાં આવ્યું છે. આ મંદિરના બાંધકામમાં ભારતના વિધવિધ રાજ્યમાંથી ૨૦,૦૦૦ ઘન ફૂટ – ગ્રે ગ્રેનાઈટ, ૫,૩૦૦ ઘન ફૂટ – લાલ ગ્રેનાઈટ અને ૪,૪૦૦ ઘન ફૂટ – કાળા ગ્રેનાઈટની સાથે ૬,૦૦૦ સ્કેવર ફૂટ આરસ લાવીને હિંદુ સંસ્કૃતિના અસ્મિતા સમાન મંદિરની રચના કરવામાં આવી છે.