Thakorji GruhThakorji Darshan

મંદિરમાં ઇષ્ટદેવ શ્રી અક્ષરપુરુષોત્તમ મહરાજની સાથે શ્રી રાધા કૃષ્ણદેવ, ધામ-ધામી અને મુક્ત, શ્રી ઘનશ્યામ મહરાજ, શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓનાં પણ દિવ્ય દર્શન થાય છે.

Thakorji GruhThakorji Prasang

Thakorji GruhIndia’s Glorious Art

સનાતન ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન ધર્મ–જ્ઞાન–વૈરાગ્ય–ભક્તિના પ્રતીક સ્વરૂપે મંદિરના ચાર ખૂણામાં પોલીશ ગ્રેનાઇટને ઘાટ ઘડીને કલાત્મક કોતરણીથી કંડારીને ચાર દેરી મૂકવામાં આવી છે.

આરસમાં Inlay દ્વારા કોતરણી કરીને મંદિરની બહારની દીવાલો પર તપસ્વી નીલકંઠવર્ણી તથા સંગીતમય પરમહંસોની મૂર્તિનાં અલૌકિક દર્શન થાય છે તો ભાતભાતની Inlay રચનાઓ દ્વારા સુશોભિત મંદિરની Flooring અહોભાવ પ્રેરે છે.

૩૬ ફૂટ વ્યાસના મોટા ઘુમ્મટ સાથે બીજા ૧૨ ઘુમ્મટ મંદિરની શોભામાં વિશેષ છોગલું ઉમેરે છે.

ઘડતર કરે શિલ્પી અણઘડ પત્થરને, બનાવવા સુંદર મંદિર

આપે આત્મીય સ્પર્શ હરિ! જીવને, બનાવવા ચૈતન્ય મંદિર

આ મંદિરના સર્જનની સાથોસાથ માનવ જીવનમાં ભારતીય વૈદિક સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરીને જીવને શિવ બનાવી દેહને ચૈતન્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીએ કર્યું છે.