Gunatit Saint's Instance

જ્ઞાનયજ્ઞ હોલમાં ગુણાતીત પુરુષોના પ્રેરક પ્રસંગો પણ દૃશ્યમાન થાય છે જેમાં તેઓની અહંશૂન્યતા અને દિવ્ય પ્રતિભાની ઝાંખી થાય છે.

prasang 1

નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો...

 
“શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજનું એક પાઈ જેટલું નુકશાન જાય” એ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ રંચમાત્ર સહન કરી શકતા નહતા, એમના હૃદયમાં આવી અદ્‌ભુત ભક્તિ સમાયેલી હતી. પાણીનો પ્રવાહ જરાપણ વેડફાઇ ન જાય તેથી શાસ્ત્રીજી મહારાજ સ્વંય કાદવમાં તત્કાળ નીચે સૂઈ જાય છે અને સોમાભગતને આદેશ આપે છે, “ભગત, આ માટી નાંખો મારા શરીર પર... અક્ષરપુરુષોત્તમ મહારાજની આવી દુર્લભ સેવા ક્યાંથી... !”

‘અતિ સામાન્ય’ જણાતા આ પ્રસંગમાં એમની આ ‘અતિ અસામાન્ય’ ભક્તિનું દર્શન છે. આવું અનુપમ દર્શન ત ેઓશ્રીએ કરાવ્યું એ એમની આપણા પરની અપાર કરુણા જ ગણાય!

prasang 1

નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો...

 
“શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજનું એક પાઈ જેટલું નુકશાન જાય” એ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ રંચમાત્ર સહન કરી શકતા નહતા, એમના હૃદયમાં આવી અદ્‌ભુત ભક્તિ સમાયેલી હતી. પાણીનો પ્રવાહ જરાપણ વેડફાઇ ન જાય તેથી શાસ્ત્રીજી મહારાજ સ્વંય કાદવમાં તત્કાળ નીચે સૂઈ જાય છે અને સોમાભગતને આદેશ આપે છે, “ભગત, આ માટી નાંખો મારા શરીર પર... અક્ષરપુરુષોત્તમ મહારાજની આવી દુર્લભ સેવા ક્યાંથી... !”

‘અતિ સામાન્ય’ જણાતા આ પ્રસંગમાં એમની આ ‘અતિ અસામાન્ય’ ભક્તિનું દર્શન છે. આવું અનુપમ દર્શન ત ેઓશ્રીએ કરાવ્યું એ એમની આપણા પરની અપાર કરુણા જ ગણાય!

prasang 1

(અ) - ભક્તોમાં આત્મબુદ્ધિ અને પ્રીતિ એ જ સાચો સત્સંગ....!


એક સત્સંગીનો પક્ષ રાખવા માટે સદ્‌ગુરુ નિર્ગુણદાસસ્વામીજી લીંબડીના દિવાન ઝવેરભાઈને સતત સમજાવી રહ્યા હતા. આ ચર્ચાનો ત્વરિત અંત લાવતાં, અંતર્યામી અને સર્વજ્ઞ પુરુષ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજે ઝવેરભાઈને રોકડું પરખાવ્યું કે તમે જેવો તમારા ભત્રીજાનો પક્ષ રાખ્યો છે એવો જ પક્ષ અમારા હરિભક્તનો રાખજો. (દિવાનના ભત્રીજા પંચવર્તમાને યુક્ત ન હતા તેથી જેલમાં જવાના હતા. તેના તમામ દોષ દિવાને છાવર્યા હતા અને કોર્ટમાં નિર્દોષ પૂરવાર કર્યા હતા.)

ભગવાનના ભક્તનો આવો પક્ષ નિરંતર રાખીએ તો ભગવાન સ્વામિનારાયણ આપણને અક્ષરધામ સહજ જ બક્ષિસમાં આપે.

 

(બ) - નિયમ, નિશ્ર્ચય ને પક્ષ એટલે જ અક્ષરધામ


આણંદના પોતાના અનન્ય સમર્પિત સેવક - વડીલ હરિભક્ત મોતીકાકાને ઘરે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે મોતીકાકા વડતાલના સાધુ અંગે કંઈક ઓરાભાવના શબ્દો પૂરા બોલી રહે તે પહેલાં તો સ્વામીશ્રીએ જાણે એમને ઝાટકી જ નાંખતા હોય તેમ કોપાયમાન ઈને કહ્યું કે મોતીભાઈ! વડતાલના સંતોએ તમારો શો બાપ માર્યો છે? કે એમનું આવી રીતે વાટવા બેઠા છો. વડતાલ તિર્થસ્થાનનો અપાર મહિમા ગાઈ શકાય એમ જ નથી તો પછી સંતોનો કેવો અદ્‌ભુત મહિમા આપણે સમજવો જોઈએ! સર્વના ઈષ્ટદેવ શ્રીજીમહારાજ સૌને સાચો બુદ્ધિયોગ આપશે જ.

આ બંને પ્રસંગો દ્વારા શાસ્ત્રીજી મહારાજ આપણને અદ્‌ભુત સમજણ આપી રહ્યા છે કે ભગવાન અને ભગવાનના ભક્તોનો ભવ્ય સંબંધ પૃથ્વી પર કયાંથી હોય? માટે સંબંધવાળાનો મહિમા સમજવો એ આપણી અંતિમ સાધના છે.

prasang 1

અત્યંત સમર્થ થકા ઝરણા....


એક વખત તાજી વિયાયેલી ભેંસનું પાડું સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સયાજીપુરાથી છેક અટલાદરા સુધી (૧૫ કિલોમીટર) જાતે જ ઊંચકી લે છે. એ સેવા તો તેઓ બીજાને પણ સોંપી શકત, તોયે શાસ્ત્રીજી મહારાજ મૂક પ્રાણીના કેવા મા બન્યા! મનુષ્ય માટે તો સૌ કોઈ સેવાભક્તિ અદા કરે પણ સ્વામીશ્રીની અદ્‌ભુત પરાભક્તિનું શું વર્ણન કરી શકીએ? અનંત બ્રહ્માંડોનું સંચાલન સહજ જ કરી શકે એવા સમર્થ અને પ્રતિભ<ાસંપન્ન પુરુષ હોવા છતાં... મંદિર માટે લીધેલી અલ્પસંબંધવાળી ભેંસનાં એ પાડરડાં તરફ કેવી અનુપમ પ્રીતિનું દર્શન... !

આ પ્રસંગને લક્ષ્ય બનાવી આપણે સૌ અવશ્ય સ્વાધ્યાય-ભજન કરતા જ રહીએ.

prasang 1

અનન્ય સેવાભક્તિ એ જ જાણે સાધકોના પ્રાણ !

 
જ્યારે જ્યારે સંતો સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરતાં કે અમે ગામડે ગામડે ફરીને છાશ ઉઘરાવી લાવીશું, અમે પરા વહેરી નાંખીશું, આપ બીજી હળવી સેવા કરો, ત્યારે સ્વામીશ્રી સંતોને અચૂક કહેતા કે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે તો શ્વપચને ઘેર વેચાવું પડે તોય ઓછું છે.

તે રીતે... એક વખત ૮૨ વર્ષની વયોવૃદ્ધ અવસ્થાએ, ભરબપોરે ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ એવા શાસ્ત્રીજી મહારાજ અટલાદરા મંદિરના પ્રાગંણમાં પથરા વહેરી રહ્યા છે. આવી સેવાની દુર્લભ તકને ઝડપી લેવાની, સ્વામીશ્રીના રોમેરોમમાં કેવી અદમ્ય અને કલ્પનાતીત ઝંખના! કેવી દેહાતીત અને અપાર શ્રદ્ધા!

શાસ્ત્રીજી મહારાજ આ એક નાનકડાં પ્રસંગ દ્વારા સૌ સાધકોના હૃદયમાં જાણે સેવાભક્તિના પ્રાણ પૂરી રહ્યા છે..!

prasang 1

(અ) "No Entry !'' રસ્તા બંધ..

૭૬ વર્ષની વયના વૃદ્ધ વડીલસંતની સેવા-શુશ્રૂષામાં નિમગ્ન એવા ૧૯ વર્ષની કિશોરવયના યોગીબાપા, એ જ સંતના મોંઢે કરીને ભાવફેરના શબ્દો સાંભળતા જ રંચમાત્ર મહોબત રાખ્યા વગર જાણે વીજળીને ઝાટકો લાગ્યો હોય એમ કાનમાં આંગળી નાંખી દે છે!

ભૂલેચૂકે અજાણતામાં બીજા કોઈના પણ ભાવફેરની કે અભાવની વાત ઈ જાય કે સાંભળી લેવાય તો સેવાનું તમામ પુણ્ય ક્ષણમાં જ નષ્ટ થઈ જાય. સાધકો આવી ખતરનાક મરણદોરી તરફ ક્યારેય ન જાય એ માટે યોગીબાપા કેવી દૃઢ અને સચોટ સૂઝ આપી રહ્યા છે! યોગીબાપાનો નાનકડો છતાં આ અદ્‌ભુત પ્રસંગ, દુનિયામાત્રના સાધકોએ જીવનપર્યંત અંતરમાં ગાંઠ વાળીને યાદ રાખવા જેવો છે.

(બ) સ્વધર્મ અને સાધુતાની સાક્ષાત્ મૂર્તિ !

એક ગામડામાં અન્ય સંપ્રદાયના એક સંન્યાસીને પૈસા ગણતાં જોઈ યોગીબાપા, પોતાને જાણે અસહ્ય આંચકો આવ્યો હોય તેમ કંપી ઉઠે છે!

“ભગવા વેશધારી સાધુથી સ્વપ્નમાં પણ ધનનો સ્પર્શ ન થાય તો જાગ્રત અવસ્થામાં ધનનો સ્પર્શ કરનાર તો રૌરવ નરકમાં જ જાય.” એવું અંતરથી દૃઢપણે માનીને જીવનારા યોગીબાપાને, આવું દૃશ્ય જોઈ અસહ્ય પીડા થઈ આવી અને તાવ ચઢી ગયો. જાણે પોતાથી જ સ્વધર્મનો કોઈ ભયંકર લોપ ન થઈ ગયો હોય!

સર્વજ્ઞ પુરુષ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ પ્રાણપ્યારા યોગીબાપાની શુશ્રૂષામાં રહેલા સંતોને કહે છે કે આ જોગીના તાવનું કારણ જુદું છે, ચિંતા કરશો નહિ.

યોગીબાપા, શ્રેષ્ઠ ત્યાગી તથા નિર્દોષતા અને વૈરાગ્યની મૂર્તિસમાન હતા. તેઓના રૂંવાડે રૂંવાડે અજોડ ને કલ્પનાતીત સ્વધર્મ તથા સાધુતા વિલસી રહ્યા. એવા યોગીબાપાએ શ્રેર્યાથી સાધકોની અણીશુદ્ધ રક્ષા કરવા માટે શું નથી આપ્યું?

prasang 1

ગુરુનો સેવક પર કેવો અબાધિત અધિકાર !

 

મધરાતે સારંગપુર મંદિરમાં હરિભક્તોનાં વૃંદનું સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજે પ્રેમથી અભિવાદન કરી, તેમને પ્રસાદ લેવા આગ્રહ કર્યો. ઘનઘોર મધરાતે કવેળાએ કોણ રસોઈ બનાવે? કોણ એવી સેવાભક્તિની તક ઝડપી લે? માતૃહૃદયી વડીલસંત તથા પ્રજ્ઞાચક્ષુ ભગવત્સ્વરૂપસ્વામીને, શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યા, “અમારા બળતા અંગારાનાં છોરું... નોધારાના આધાર સમા તો એક જોગી જ છે.” ...અને જોગીએ ભાવથી ભોજન બનાવી - ભક્તોને જમાડી તૃપ્ત કર્યા... સાથોસાથ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના હૈયામાં પણ અનેરી હાશ થઈ ગઈ! ગુરુને શિષ્યનો કેવો અદકો ભરોસો!

સેવકો ગુરુદેવનાં વચને આવી રીતે શ્રદ્ધા રાખી ‘ઝોળીયાં પારેવાં’ બની, સેવા કરવાની સુરુચિ રાખે તો અંતરે કેવા સુખિયા થઈ જાય!

prasang 1

શ્રદ્ધા-ભક્તિ અને સાધુતાના ઉદધિ અલમસ્ત યોગી...

 

“તારા ઘોર પાપે કરીને જ આજે આવો ભીડો વેઠવાનો વારો અમને આવ્યો.” એમ કહી સદ્‌ગુરુ વિજ્ઞાનસ્વામીએ યોગીબાપાને વિના વાંકે ધમકાવ્યા અને ધોમધખતા તાપમાં સતત ૩૨ કિ.મી. ચલાવ્યા...! માથે આકરાં સૂર્યનારાયણ, નિર્જળ યાત્રાને લીધે પેટમાં ભયંકર તાપ, કોપાયમાન વિજ્ઞાનસ્વામીના આક્રોશનો કારપો સંતાપ...! તે ઉપરાંત બે પોટલાંઓનો ભાર તેમજ અંધ સંત ભગવત્સ્વરૂપસ્વામીને દોરવાની કઠીન સેવા.

...છતાં પરમ સાધુતા, સહનશીલતા, તપશ્ર્ચર્યા ને ભક્તોની સેવાભક્તિના સ્વરૂપસમા જોગી તો શીતળ, શાંત, સ્થિર અને ધીર રહી હસતા જ રહ્યા... !

ગામડે પહોંચ્યા પછી છેક મોડી રાત્રે હરિભક્તોના આગ્રહને લીધે ૧૫૦ ભક્તો માટે-મોહનાળ, પૂરી, દાળ, ભાત, શાક યોગીબાપાએ એકલે હથે બનાવ્યાં. બધાને પ્રેમથી પીરસી જમાડ્યા. રાત્રે ૧૨ વાગ્યાનો સુમાર વીતી જવા છતાં એ જ નિર્જળ અવસ્થામાં મસ્તીથી થાંભલાના ટેકે બેઠેલા અલમસ્ત જોગીના ભજનનો દોર તો ચાલુ જ રહ્યો!

“રાત્રે ૧૨.૦૦ પછી જોગી તો પાણી પણ નહીં પીએ.” એવો વિજ્ઞાનસ્વામીનો આદેશ સાંભળી જોગીની દશા નિહાળી રહેલા ભાવુક હરિભક્તો સ્તબ્ધ જ થઈ ગયા! સાધકો બાપા તરફ નજર રાખે તો...! ...તો ગુરુદેવના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી જ જાય.

ગુરુનો સેવક પર કેવો અબાધિત અધિકાર....! સેવકો ગુરુદેવને પોતા પરનો આવો અદ્‌ભુત અધિકાર આપવાની સુરુચિ રાખે તો અંતરે સુખિયા થઈ જાય...!

prasang 1

અમારા અંતરનો અભિપ્રાય!

 

યોગીબાપા તો ભક્તોની પ્રતીક્ષા જ કર્યા કરે. વેળા-કવેળાએ આવે એને પોતાનાં પત્તરમાંથી કાઢીને પણ પ્રેમથી પીરસીને જમાડી દે... એમાં જ પોતે તૃપ્ત થાય !

એકવાર એમને એ રીતે સતત ત્રણ દિવસના ઉપવાસ થઈ ગયા! ચોથે દિવસે સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ પધાર્યા. સર્વજ્ઞ ગુરુએ અત્યંત પ્રસન્ન થઈ તપોમૂર્તિ અને સેવામૂર્તિ એવા યોગીબાપાને કોઠારમાં લઈ જઈ ત્રણ બંટાગોળી જમાડી દીધી !... બાપા આ દિવ્ય પ્રસંગની સ્મૃતિ કરતાં પોતાના પ્રાણપ્યારા માનસપુત્ર પ્રભુદાસભાઇ (પ.પૂ.સ્વામીજી) તથા અન્ય યુવાનોને કહે છે, “તે દિ’નો જે કાંટો ચઢી ગયો છે તે હજુ ઉતરતો નથી. આવી સેવા કરનારા તમે પાંચ જણા તૈયાર થાવ તો અમારો દેહ પચ્ચીસ વર્ષ વધુ રહે!”

જેમજેમ ભીડાભક્તિ વધે તેમતેમ યોગીબાપા વધુ ને વધુ પુલકિત અને પ્રફુલ્લિત થાય! સંબંધવાળા મુક્તોની મહિમાસભર સેવાભક્તિ એ જ જાણે જોગીને મન જીવનું જીવન...!

આપણે સહુ યોગીબાપાના અંતરના આ અભિપ્રાય પ્રમાણે જીવવાની ઝંખના સેવીએ તો!

prasang 1

"કેવા દુર્લભ પુરુષ...! કેવી દુર્લભ સેવા...!" તો... "કેવો દુર્લભ રાજીપો...! ને કેવા દુર્લભ આશીર્વાદ...!"

 

એકવાર સારંગપુરમાં નારાયણઘાટ પર જળઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવવાની યોગીબાપાની મરજી પ્રભુદાસભાઇએ (પ.પૂ. સ્વામીશ્રીએ) જાણી. બાપા ખૂબ જ સાનુકૂળતાથી સમૈયો ઉજવી શકે એવી ભાવનાસહ; અત્યંત લીલ, દુર્ગંધ, ગંદકી, વિંછી ને સાપ જેવાં જીવજંતુ, ઘોર અંધારી રાત જેવી પ્રતિકૂળતાઓનો રંચમાત્ર વિચાર કર્યા વગર, પ્રભુદાસભાઇએ એકલે હાથે, “આ પુરુષના ચરણારવિંદ ધરતી પર કયાંથી?” એવું વિચારી, યોગીબાપાની કલ્પનાતીત સેવાભક્તિના અનંત ઋણને સંભારતાં સંભારતાં, દેહનું ભાન ભૂલી ઘાટની સાફસૂફીની અદ્‌ભુત સેવા કરી. બીજા દિવસે અને બીજી રાતે પણ દસ-બાર યુવકોની સાથે એમણે એ પોતાનો સેવાયજ્ઞ તો સતત ચાલુ જ રાખ્યો.

ત્રીજે દિવસે સવારે બાપાએ સામેથી બોલાવી પોતાના ખોળામાં પ્રભુદાસભાઈનું મસ્તક લઈ એના પર પોતાનું મસ્તક મૂકી, અંતરની પ્રસન્નતા દર્શાવતાં અલૌકિક આશીર્વાદ વરસાવ્યા કે...

  • - અમે જેવું શાસ્ત્રીજી મહારાજનું સેવન કર્યું તેવું તમે અમારું સેવન કર્યું છે.
  • - જેટલા મુક્તો તમારા યોગમાં આવશે એ સર્વેનું શાસ્ત્રીજી મહારાજ આત્યંતિક કલ્યાણ કરશે.
  • - જાઓ, આજી બ્રહ્મજ્ઞાન ફૂટશે અને એ ઝરો અખંડિત રહેશે.

ગુરુહરિ સ્વામીશ્રીની સેવાભક્તિના આવા દુર્લભ પ્રસંગો આપણેકરવા આપણે સહુ અંતરી પ્રર્થીએ!

prasang 1

સુહૃદભાવ જીવનું જીવન છે.

 

એક મુક્તરાજની પંચવર્તમાનની અક્ષમ્ય ભૂલની જાણવા છતાં, પ્રભુદાસભાઈએ (પ.પૂ. સ્વામીશ્રીએ) એ વાતને તરત જ દાબી દીધી. “પ્રભુના સંબંધવાળામાં બુદ્ધિથી નિહાળવું એ જ પાપ છે અને સંબંધના મહિમાથી નિહાળવું એ જ પુણ્ય છે, માટે એ પાપ વહોરવાનો ધંધો કરશો જ નહિ.” એમ કહી એ ભૂલનો ગોકીરો કરવા તત્પર થયેલા બીજા વડીલોને, એમણે દૃઢતાથી શાંત કરી દીધાં અને એ મુક્તરાજનો અદ્‌ભુત પક્ષ રાખ્યો.

અંતર્યામી ને સર્વજ્ઞ એવા યોગીબાપાએ સાંજે સ્નાનના સમયે બાથરૂમમાં પ્રભુદાસભાઈને બોલાવી, અત્યંત પ્રસન્ન થઈ સાત ધબ્બા મારી આશીર્વાદ આપતાં કહ્યું, “વાહ પ્રભુદાસભાઈ! વાહ! તમે ખરો સુહૃદભાવ રાખ્યો! શાસ્ત્રીજી મહારાજનું ખૂબ શોભાડ્યું. જાઓ, તમારા થકી હવે હજારો નિષ્કામી થશે.

સુહૃદસમ્રાટ ગુરુહરિ સ્વામીશ્રીના આવા સુહૃદભાવને સમજવા ને જીવનમાં સાકાર કરવા આપણે સહુ અંતરી પ્રર્થીએ!