ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય શાકોત્સવ લીલાની સ્મૃતિ કરવા માટે તા.૬/૩/૧૯ના રોજ ગુરુહરિ પ.પૂ.હરિપ્રસાદસ્વામીજીની પ્રેરણાથી પૂ.પ્રેમસ્વરૂપસ્વામીએ અત્મીયધામ, સણીયા-કાણદે, સુરત મુકામે શાકોત્સવનું આયોજન કર્યું. આ શાકોત્સવમાં શ્રી સી. આર. પાટીલ, શ્રી નીતિનભાઈ ભજીયાવાલા, શ્રી પી.વી.એસ. શર્મા, શ્રી વી. ડી. ઝાલાવાડીયા, શ્રી જનકભાઈ કાછડીયા, શ્રી કરશનભાઇ ગોંડલીયા, શ્રી મનીષ કાપડીયા અને સુરત તથા નવસારી જિલ્લાના 500 જેટલા મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસાદ તથા દિવ્ય સ્મૃતિનું ભાથું પ્રાપ્ત કર્યું.