Celebration of Vachanamrut Dwishatabdi Mahotsav at Haridham, Sokhada

On Date: 30 November 2019

 

 

 

 

 

 

 

 

 CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES

 

પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહોત્સવના સ્થળ પર પૂ. પ્રેમસ્વામીજી પહોંચી ગયા છે તો મારે જવાની જરૂર નથી. કારણ કે તેઓ સુહ્રદભાવનું ખંડન નહી થવા દે તેની મને ખાતરી છે. દરેક મહોત્સવની એક જ થીમ સંપ સુહૃદભાવ એકતા. પૂ. સર્વમંગલસ્વામી  ક્લિક કરો

દરેક પરિસ્થિતિમાં ભજનનું_બળ લઈએ, સંતોનો સ્વીકાર કરીએ અને આત્મીયતાથી ઉઠાવ લઈએ તો ભગવાન ચોક્કસ સર્વાંગી રક્ષા કરે. કાર્યકર્તા નરેશભાઈના પ્રસંગ દ્વારા પૂ. સર્વમંગલસ્વામીએ સંતો-વડીલોનો સ્વીકારરૂપી ભક્તિનો માર્ગ સમજાવ્યો.  ક્લિક કરો

જેની ઈર્ષા આવે તેને ગુરુ કરવા નારદજીને તુંબરૂની ઈર્ષા આવી, તુંબરૂને ગુરૂ કરી સંગીતવિદ્યા શીખ્યા, ત્યારે જ ભગવાનને રાજી કરી શક્યા. સંપ-સુહૃદભાવ-એકતા માટે પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ અદભૂત માર્ગ બતાવ્યો. પૂ. સર્વમંગલસ્વામી  ક્લિક કરો

નવમાં ધોરણમાં ભણતા દીકરાના પ્રસંગથી પૂ. સર્વમંગલસ્વામીએ સમજાવ્યું કે, પોતાની ભૂલનું જાણપણું રાખી, રડીને પસ્તાવો કરીને માફી માંગીએ તો મોટાપુરુષના આશીર્વાદ સહજ પ્રાપ્ત થાય જ. પૂ. સર્વમંગલસ્વામી  ક્લિક કરો

જાગ્રત ચૈતન્ય માટે ૩૬૫ દિવસ ભજન છે, સ્વાધ્યાય છે, અઠવાડિક_સભા છે. સમૈયા ઉત્સવમાં દિવસરાત સેવા કરી, આરામ કરવાને બદલે સંતોના વચને કાર્યકર્તા જગદીશભાઈ બીજે દિવસે અઠવાડીક સભામાં હાજર થઇ ગયા, એ જાગ્રત ચૈતન્ય કહેવાય. પૂ. સર્વમંગલસ્વામી  ક્લિક કરો

પૂ. સર્વમંગલસ્વામીએ પ્રાર્થના કરી કે અમે બધુંજ કરીએ પણ કેન્દ્ર સ્થાને સંપ_સુહૃદભાવ_એકતા રહે, અને એ તો જ થશે, જો અમારૂ જીવન સ્વરૂપ પ્રધાન રહે, પણ વ્યવહાર પ્રધાન ન થઇ જાય.  ક્લિક કરો

આપણે સુહૃદભાવને ભલે ન સમજીએ પરંતુ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ આપણા પ્રત્યેના સુહૃદભાવ માં ક્યારેય ખંડન થવા દીધું નથી. એમણે કેવળ પ્રેમ જ આપ્યો છે. જાણપણું આપ્યું નથી. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી)  ક્લિક કરો

આત્મીયતા કે સુહૃદભાવ સિવાય વિકાસ શક્ય નથી. પ્રાણ જાય પણ સુહૃદભાવ ન જાય એ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીએ જીવી બતાવ્યું છે. પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી)  ક્લિક કરો

વચનામૃત ગ્રંથ જયારે કોઈપણ વાંચે ત્યારે તેને એમ થાય કે, ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં બેઠા છીએ. આવી અપ્રતિમ મહાત્મ્ય સહિત નિશ્ચયની વાત ભગવદીના પ્રસંગથી જ સમજાય. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી)  ક્લિક કરો

દાસના દાસ થઈને... ભગવાન શ્રીસ્વામિનારાયણે આ સૂત્રની સાથે અદ્ભુત આશીર્વાદ આપ્યા.. રાચીશ એના રંગમાં. આ વાત બરોબર વિચારજો. પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી  ક્લિક કરો

નાનો હોય કે મોટો... હઠ, માન અને ઈર્ષા હૈયામાંથી કાઢે તો જ છેલ્લો જન્મ થાય... તેમાં કોઈ મહોબત નહિ... કોઈ સારપ નહિ... પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી  ક્લિક કરો

બધા ખૂબ મોટા છે, હું સહુથી નાનો સેવક છું. એવા ભાવથી જીવીએ તો દાસત્વ વધતું જાય...પ્રભુ સાથેનો સંબંધ વધતો જાય. - પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી  ક્લિક કરો

મહારાજને માન ગમતું નથી. ગરીબાઈ, દાસત્વ ગમે છે. પ્રભુ કોઈપણ જાતનું માન આપણાં હૈયાને વિષે રહેવા દેવા માંગતા નથી. એટલા માટે દાસનાં_દાસ... સૂત્ર તરફ નજર રાખવી. - પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી  ક્લિક કરો

દાસત્વમાં આપણે હૂંહાટો, ડોળ, દંભ અને પટલાઇથી નાપાસ થઈએ છીએ... જાગ્રત રહેજો. પ્રભુ કહે, હું એનો થઇ જઈશ... આ શબ્દને ભૂલતા નહિ. -પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી  ક્લિક કરો

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

Subscription