Vachanamrut Dwishatabdi Mahotsav at Vadodara

On Date: 21 November 2019

 

 

 

 

 

 CLICK ON BELOW GALLERY FOR MORE IMAGES

 

આપણી સાધનાનો સંકલ્પ પ્રભુએ કર્યો અને અભણ વ્યક્તિથી લઈને કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવી, આત્માની યાત્રા પ્રભુ સન્મુખ ચલાવી શકે તેવા મંગલકારી હેતુથી પ્રભુએ વચનામૃત ઉદબોધ્યાં છે. પૂ. સુજ્ઞેયસ્વામી તા.૨૧/૧૧/૧૯ વડોદરા   ક્લિક કરો

ઇંદ્રિય-અંતઃકરણના વિવેક જેવી સામાન્ય વાતથી માંડીને પ્રભુની મૂર્તિ અંતરમાં કેવી રીતે સ્થિર કરવી અને બ્રહ્માંડના સર્જનથી લઈને મનુષ્ય દેહની દુર્લભતા સુધીની ઉચ્ચ આધ્યાત્મિક વાતો પ્રભુએ વચનામૃતમાં મૂકી દીધી છે.જો વચનમૃતોનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો કોઈ જાતની દ્વિધા ન રહે. ક્લિક કરો

ગુરુહરી પ.પૂ.હરિપ્રસાદસ્વામીજી કાયમ પોતાની સાથે વાતો-વચનામૃત રાખીને તેનો નિરંતર અભ્યાસ કરે છે. તેઓ પોતાના વર્તન દ્વારા આપણને પ્રભુની પરાવાણીમાં નિરંતર ડૂબેલા રહેવાની પ્રેરણા આપે છે. પૂ. સુજ્ઞેયસ્વામી તા.૨૧/૧૧/૧૯ વડોદરા  ક્લિક કરો

વચનામૃત ગ્રંથ, જેમાં ભગવાનના વચનો છે, જે આપણને સુલભ થયા છે. સાથોસાથ એ વચનો આપણાં જીવનમાં સાકાર કરાવે એવા પુરુષની ગોદમાં આપણે સહુ બેઠાં છીએ, એટલે અનંત બ્રહ્માંડમાં આપણાં જેવું ભાગ્યશાળી કોઈ નથી. પૂ. ગુણગ્રાહકસ્વામી તા.૨૧/૧૧/૧૯ વડોદરા   ક્લિક કરો

સંતો સાથેની મૈત્રી અને સદગ્રંથોનું વાંચન જીવનમાં હકારાત્મક અભિગમ પ્રગટાવી જીવનમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓને સફળતાપૂર્વક ઉકેલવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. પૂ. સુજ્ઞેયસ્વામી તા.૨૧/૧૧/૧૯ વડોદરા ક્લિક કરો

ત્રણ ગ્રંથોનું વાંચન દરેક હરિભક્તોએ દરરોજ થોડું થોડું કરતાં રહેવું. જેના ફળસ્વરૂપે સંતપ્રધાન જીવન જીવાતું થશે. ભગવાન સ્વામિનારાયણે મા જેવા સાધુ અખંડ રાખ્યા, સંત પરંપરા થકી જીવતી પ્રણાલિકા મૂકી દીધી, એ એમનો આપણાં ઉપર કેટલો મોટો ઉપકાર કહેવાય !!!          ક્લિક કરો

સાધુ ઓક્સિજન સમાન છે. જેટલી ઓક્સિજનની જરૂર છે એટલી મા જેવા સાધુની જરૂર છે. મા જેવા સાધુ સિવાય પ્રભુની નિષ્ઠાના બળે જીવાય નહીં, વાતો અને વચનામૃતના આકારે રહેવાય નહીં. મા જેવા સાધુ જોઈએ.   ક્લિક કરો

સાધુ હશે તો ઇંદ્રિયો વિવેકી થશે, પોતાના દોષનું દર્શન થશે, શુભ વિચારો પ્રગટશે, ભજન કરી શકાશે. જીવનમાં સુહૃદભાવ પ્રગટશે. સત્સંગને ભક્તિ સિવાય સંપ, સુહૃદભાવ, એકતા પ્રગટે નહીં. કળિયુગમાં સતયુગ પ્રગટાવવા માટે સંતસમાગમ જોઈશે, જોઈશે અને જોઈશે જ. ક્લિક કરો

નિષ્કામી, નિષ્ક્રોધી, નિર્માની, નિર્દંભ હોય તેવા સાધુ તેમના જેવા બનાવે. ગુણાતીતાનંદસ્વામીજી એવા મા જેવા સાધુ હતાં, તેઓએ સામાન્ય જ્ઞાતીના હરિભક્તોના હૃદયમાં ભગવાન પ્રગટાવી દીધાં.  ક્લિક કરો

સાધુના સમાગમ સિવાય આંખ યોગ્ય જોતી ના થાય, કાન યોગ્ય સાંભળતા ના થાય, જીભ યોગ્ય બોલતી અને ખાતી ના થાય.. જીવનમાં સારો સંગ રાખજો... MAN IS ALWAYS INFLUENCE BY THE COMPANY HE KEEPS   ક્લિક કરો

આપણે ઇન્દ્રિઓને પવિત્ર બનાવવી છે, એ માટે આહાર વિહાર યોગ્ય જોઈએ. લસણ-ડુંગળી એટલે ન ખવાય, આપણને તામસી બનાવે, કામ, ક્રોધ અને લોભની વૃત્તિ જાગૃત કરે. પ્રગટ ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીજી તા.૨૧/૧૧/૧૯ વડોદરા ક્લિક કરો

જેવી વ્યક્તિ સાથે જોડાશે તેવું મન થશે, સાધુ સાથે જોડાશે તો મન પવિત્ર થશે. મા જેવા સાધુ સાથે એટલે જોડાવાનું, આપણાં જીવમાંથી કામ, ક્રોધ અને લોભ ઓછા થાય... યોગ્ય-અયોગ્યનો વિવેક પ્રગટે. પ્રગટ ગુરૂહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીજી તા.૨૧/૧૧/૧૯ વડોદરા   ક્લિક કરો

ઇન્દ્રિયોને યોગ્ય માર્ગે વાળવા, મનબુદ્ધિમાં શુભ વિચારો પ્રગટાવવા, જીવનમાં નિશ્ચિંતતા પ્રગટાવવા, હૃદયને પવિત્ર બનાવવા સંતો જોઈશે.. જોઈશે.. અને જોઈશે. પ્રગટ ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીજી તા.૨૧/૧૧/૧૯ વડોદરા ક્લિક કરો

જીવનમાં સાચો વિવેક પ્રગટાવે... ઇન્દ્રિયો-અંતઃકરણને પવિત્ર બનાવે તે સંત. પ્રગટ ગુરુહરિ પ. પૂ. હરિપ્રસાદસ્વામીજી તા.૨૧/૧૧/૧૯ વડોદરા ક્લિક કરો 

વચનામૃત ગઢડા પ્ર. ૧ મુજબ સૌથી કઠીન સાધન ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી તે છે. આ માટે સ્વામીશ્રી જ્યારે ૩૦ મિનિટ નિર્વિકલ્પપણે ભજન કરવાનું કહે છે ત્યારે સાકાર કરાવવાના આશીર્વાદ સાથે કહે છે. આ માટે આપણે દ્રઢ ઠરાવ કરવો છે.  ક્લિક કરો

સ્વામીશ્રી આપણી પાત્રતા જોયા સિવાય, આપણો હાથ પકડીને, આપણને પોતાના દીકરા માનીને નિરંતર કરુણા વહાવી જ રહ્યા છે. તેમણે પોતાના જીવનમાં મહારાજને અને પોતાના ગુરુ યોગી બાપાને ક્યારેય ભૂલ્યા નથી. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી) ૨૧/૧૧/૧૯ વડોદરા  ક્લિક કરો

અન્યક્ષેત્રે કૃતં પાપમ્... સૂત્ર મુજબ કોઈનીએ માથાકૂટમાં પડ્યા સિવાય કેવળ સ્વામીશ્રી તરફ નજર રાખીશું અને વચનામૃત, વાતો તથા પુરુષોત્તમ બોલ્યા પ્રીતે માં ડૂબી જઈશું તો આપણાં તંત્રનો કબજો પ્રભુ લઈ લેશે. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી (કોઠારીસ્વામી)  ક્લિક કરો

Our Aim

O Lord ! Anyone becomes Atmiya or not, Please make me Atmiya !

Subscription